ઝુબૈર બિન અવ્વામ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે આયત ઉતરી: {ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} (તે દિવસે તમને નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે) [અત્ તકાષુર: ૮], તો ઝુબૈર રઝી અલ્લાહુ અન્હુ એ સવાલ કર્યો કે કંઈ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે હે અલ્લાહના રસૂલ ! અહીંયા તો બસ બે કાળી વસ્તુ પાણી અને ખજૂર જ ઉપ્લબ્ધ છે? તો નબી ﷺ એ કહ્યું: «નજીકમાં જ નેઅમતોની પ્રાપ્તિ થશે». હસન - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

જ્યારે આ આયત ઉતરી: {તમને આપેલ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે} અર્થાત્ જે નેઅમતો અલ્લાહએ તમને આપી છે તેના શુકર વિશે સવાલ કરવામાં આવશે, ઝુબૈર બિન અવ્વામ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! કંઈ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે? અહીંયા તો બસ બે જ નેઆમતો અમારી પાસે છે, અને તે બે નેઅમતો પૂછપરછ કરવાનો અધિકાર નથી ધરાવતી, અને તે બંને નેઅમતો પાણી અને ખજૂર! નબી ﷺ એ કહ્યું: અત્યારે તમે જે કંઈ સ્થિતિમાં છો તે સ્થિતિ વિશે તમારી પૂછપરછ કરવામાં આવશે, તે બંને નેઅમત અલ્લાહ દ્વારા મળેલ બે ભવ્ય નેઅમતો છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • નેઅમતો પર અલ્લાહનો શુકર કરવાની તાકીદ.
  • દરેક નેઅમત ભલેને તે થોડી હોય કે પુષ્કળ પ્રમાણમાં, તમને તે નેઅમતો વિશે જરૂર સવાલ કરવામાં આવશે.