કેટલાક મુશરિક લોકો નબી ﷺ પાસે આવ્યા, અને કહ્યું કે અમે કતલ તેમજ વ્યભિચાર જેવા મોટા ગુનાહ ઘણા કર્યા છે, તે લોકોએ નબી ﷺ ને કહ્યું: તમે જે માર્ગ તરફ બોલાવી રહ્યા છો અને જે શિક્ષા તમે આપી રહ્યા છો તે શ્રેષ્ઠ શિક્ષા છે, પરંતુ અમારી પરિસ્થિતિ તો એ છે કે અમે તો શિર્ક અને કબીરહ ગુનાહમાં સપડાયેલા છે, શુ તેનો કોઈ કફ્ફારો છે? તો આ બંને આયતો ઉતરી, અલ્લાહ તઆલા લોકોની તૌબા કબૂલ કરે છે પછી ભલેને તેમના ગુનાહ ઘણા અને મોટા મોટા પણ કેમ ન હોય, જો આ પ્રમાણે ન હોત તો તેઓ કુફ્ર અને વિદ્રોહ કરતા રહેતા અને તે દીનમાં દાખલ પણ ન થાત.