આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! જુદઆનનો પુત્ર અજ્ઞાનતાના સમયે સંબંધ જોડતો હતો (સગા વહાલા સાથે સારો વ્યવહાર કરતો હતો), ગરીબોને ખાવાનું ખવડાવતો હતો, શું આ કાર્ય તેને કોઈ ફાયદો પહોંચાડશે? નબી ﷺ એ કહ્યું: «તેને કોઈ ફાયદો નહીં પહોંચે, કારણકે તેણે કોઈ દિવસ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અબ્દુલ્લાહ બિન જુદઆન જે ઇસ્લામ પહેલા કુરૈશના સરદારો માંથી હતો, તેના સારા કાર્યો, જેવાકે: તે સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરતો હતો, ગરીબોને ખાવાનું ખવડાવતો હતો, વગેરે જેવા જેના વિષે ઇસ્લામે પ્રોત્સાહિત કર્યા છે, આ કાર્યો તેને આખિરતમાં કોઈ ફાયદો નહીં પહોંચાડે, કારણકે તે અલ્લાહની સાથે કુફ્ર કરતો હતો, અને તેને કોઈ દિવસ પણ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ હદીષમાં ઈમાનની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે કે તે અમલ કબૂલ થવાની એક શરત છે.
  • કુફ્રની પથભ્રષ્ટતાનું વર્ણન કે તે સારા કાર્યોને પણ બરબાદ કરી દે છે.
  • અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન ન રાખવાના કારણે કાફિરોને તેમના સારા કાર્યો કોઈ પણ ફાયદો નહીં પહોંચાડે.
  • જો કાફિર ઇસ્લામ અપનાવી લે તો તેના સારા કાર્યો ગણવામાં આવશે અને તેને તેનો સવાબ પણ આપવામાં આવશે.