આ હદીષમાં નબી ﷺ એ સ્પષ્ટપણે જણાવ્યું કે કયામતના દિવસે મોતને એલ કબરચિતરા ઘેટાંના રૂપમાં લાવવમાં આવશે, ફરી એક પોકારવાવાળો કહેશે: હે જન્નતી લોકો ! આ અવાજ સાંભળી તેઓ પોતાનું ગળું અને અથુ ઊંચું કરી જોવા લાગશે, તે તેમને કહેશે: શું તમે આને ઓળખો છો? તેઓ કહેશે: હા, આ મોત છે, દરેકે તેને જોઈ હશે અને તેને ઓળખી લેશે, પોકારવાવાળો કહેશે: હે જહન્નમીઓ ! આ અવાજ સાંભળી તેઓ પોતાનું ગળું અને માં ઊંચું કરી જોવા લાગશે, તે તેમને કહેશે: શું તમે આને ઓળખો છો? તેઓ કહેશે: હા, આ મોત છે, દરેકે તેને જોઈ હશે અને તેને ઓળખી લેશે, પછી તે ઘેટાને ઝબેહ કરી દેવામાં આવશે, અને પોકરવાવાળો કહેશે: હે જન્નતીઓ ! હવે તમારું હમેંશાનું ઠેકાણું આ જ છે, તમને ક્યારેય મોત નહીં આવે, અને હે જહન્નમીઓ ! તમારા માટે પણ હમેંશાનું ઠેકાણું આજ છે, તમને પામ ક્યારેય મોત નહીં આવે. તેનું કારણ એ છે તેના દ્વારા મોમિનની નેઅમતોમાં વધારો થતો રહે અને કાફિરોને અઝાબ અને સજા મળતી રહે. ફરી આપ ﷺ એ આ આયત તિલાવત કરી: {તમે તેમને હતાશા અને નિરાશાના દિવસના ભયથી ડરાવો , જ્યારે દરેક કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આજે આ લોકો બેદરકાર બની ગયા છે અને ઈમાન નથી લાવતા} કયામતના દિવસે તે જન્નતીઓ અને જહન્નનીઓને અલગ કરી દેવામાં આવશે, અને દરેકને પોતાના હમેંશાના ઠેકાણાં સુધી પહોંચાડી દેવામાં આવશે, તે દિવસે દુરાચારી વ્યક્તિ પસ્તાવો અને અફસોસ કરશે કે તેણે નેકીઓ ન કરી અને આળસ કરવા વાળો પણ અફસોસ કરશે તેણે સત્કાર્યોમાં આગળ વધુ ભાગ ન લીધો.