આ હદીષમાં નબી ﷺ એ બે વાતો વિશે જણાવ્યું કે જેનું ધ્યાન રાખનાર જન્નતમાં દાખલ થશે, પહેલું: જબાનને એવા શબ્દોથી સુરક્ષિત રાખવી જેનાથી અલ્લાહ નારાજ થાય છે, બીજું: ગુપ્તાંગને વ્યભિચારથી સુરક્ષિત રાખવું; કારણકે શરીરના આ બંને ભાગના કારણે જ વધુ ગુનાહ થતા હોઈ છે.