આ હદીષમાં નબી ﷺ એ બે પ્રકારના જહન્નમી લોકો વિષે ચેતવણી આપી, જે નબી ﷺ ના સમયે ન હતા, પરંતુ તે લોકો તેમના પછી આવશે: પહેલો પ્રકાર: તે લોકો જેમની પાસે ગાયની પૂછડી માફક લાંબા લાંબા ચાબુક હોય છે, જેના વડે તેઓ લોકોને મારે છે, અને તે પોલીસો અથવા જાલિમ લોકોના સાથીદારો છે, જેઓ અયોગ્ય રીતે લોકો પર જુલમ કરે છે. બીજો પ્રકાર: એવી સ્ત્રીઓ જેમણે પોતાની પવિત્રતા અને હયાના કપડાં ઉતારી દીધા, જો કે સ્ત્રી શરમ અને હયા સાથે પેદા કરવામાં આવી છે. તે સ્ત્રીઓના ગુણો: તેણીઓએ જાહેરમાં તો કપડાં પહેર્યા હશે, પરંતુ તે વાસ્તવમાં નગ્ન હશે; કારણકે તેણીઓએ એવા પાતળા કપડાં પહેર્યા હશે, જેમાંથી તેમના શરીરની ચામડી દેખાતી હશે, તેઓ સુંદરતા માટે પોતાના શરીરના અમુક અંગોને ઢાંકશે અને અમુક અંગોને ખુલ્લા રાખશે, તેણીઓ પુરુષોના દિલોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે તે પ્રકારના કપડાં પહેરી, અને ખભા ઝુકાવી ઇતરાઈને ચાલે છે, અને અન્ય સ્ત્રીઓને પણ તે કાર્ય કરવા પર ઉભારે છે, જે ગુનાહ અને બુરાઈમાં તેણીઓ પોતે સપડાયેલી છે, તેમના ગુણો માંથી: તેમના માથા ઊંટના ખૂંધ (ઢેકા) જેવા હોય છે, તે પોતાના માથાને ઊંચું કરવા માટે હેર બેન્ડ વગેરે જેવુ બાંધે છે, અહિયાં ઊંટના ખૂંધ (ઢેકા) વડે ઉદાહરણ એટલા માટે આપ્યું કે તેમના માથાની ચોટલીઓના કારણે, અને તેને એવી રીતે ફેલાવીને બાંધે છે તે ઊંટના ઢેકાની માફક એક બાજુ ઢળી જાય છે. આ દરેક લક્ષણો જે સ્ત્રીઓમાં જોવા મળશે, તે જન્નતમાં દાખલ નહીં થાય, ન તો તેની સુગંધ પ્રાપ્ત કરી શકશે, ન તો તેની નજીક જઈ શકશે, જો કે જન્નતની સુગંધ દૂરથી સૂંઘી શકાય એવી હશે.