આ હદીષ દ્વારા નબી ﷺ એ આપણને ખબર આપી કે જન્નત અને જહન્નમ માનવીની એટલી જ નજીક છે જેટલું કે તેના ચપ્પલનો તળિયો (સોલ) નજીક છે, જે પગના ઉપરના ભાગમાં હોઈ છે, કારણકે ક્યારેક માનવી અલ્લાહને પસંદ આવે એવું કાર્ય કરી જન્નતમાં દાખલ થઈ જાય છે, અથવા કોઇ એવો ગુનોહ કરે છે જેના કારણે તેને જહન્નમમાં નાખી દેવામાં આવે છે.