આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જ્યારે જન્નતી લોકો જન્નતમાં પ્રવેશશે, તો અલ્લાહ તઆલા તેમને કહેશે: શું તમારી વધુ ઈચ્છા ખરી? જે હું તમને આપું? દરેક જન્નતી લોકો કહેશે: તે અમારા ચહેરાઓને પ્રકાશિત ન કર્યા? તે અમને જન્નતમાં પ્રવેશ ન આપ્યો, અને જહન્નમથી છુટકારો ન આપ્યો? અલ્લાહ તઆલા પડદો ઉઠાવશે અને બુલંદ થશે; અને તે પરદો સંપૂર્ણ પ્રકાશિત હશે, તો એમને કોઈ એવી વસ્તુ આપવામાં નથી આવી, જે તેમને તેમના પાલનહારના દીદાર કરતા વધુ પ્રિય હોય.