અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર જન્નતમાં એક એવું વૃક્ષ છે કે એક જડપી ઘોડેસવાર સો વર્ષ સુધી પણ ચાલતો રહેશે તો પણ તેને પાર નહીં કરી શકે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જન્નતમાં એક એવું વૃક્ષ છે કે જેની નીચે એક જડપી ઘોડેસવાર, જો પોતાની જડપમાં સૌથી આગળ નીકળી જનારો હશે, તે સો વર્ષ સુધી પણ દોડતો રહેશે તો તે વૃક્ષની ડાળીઓ ખત્મ નહીં થાય.
હદીષથી મળતા ફાયદા
જન્નતની વિશાળતા અને તેના વૃક્ષોની મહાનતાનું વર્ણન.