અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ ને પૂછવામાં આવ્યું કે જન્નતમાં સૌથી વધારે કોણ લોકો પ્રવેશ પામશે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહનો તકવો (ડર) અને સારા અખલાક», પૂછવામાં આવ્યું કે સૌથી વધારે જહન્નમમાં કોણ દાખલ થશે? આપ ﷺ એ જવાબ આપ્યો: «જબાન અને ગૂંપ્તાગ». હસન સહીહ - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જન્નતમાં દાખલ થવાના સૌથી મોટો બે સ્ત્રોત છે, જે નીચે પ્રમાણે છે: અલ્લાહનો તકવો અને સારા અખલાક. અલ્લાહનો તકવો: તેણે આપેલ આદેશો પર અમલ કરવો અને તેણે રોકેલા કાર્યોથી બચી પોતાને અલ્લાહના અઝાબથી બચાવવું. સારા અખલાક: ચહેરા ફેલાવવું અર્થાત્ ખુશ રહેવું, નેકી કરવી અને તકલીફ આપવાથી બચવું. જહન્નમમાં દાખલ થતા સૌથી મોટા બે સ્ત્રોત: જબાન અને ગુપ્તાગ. જબાનને ગુનાહના કામોથી બચાવવામાં આવે અને તે જૂઠું બોલવું, ગિબત કરવી, ચાડી કરવી વગેરે. ગૂંપ્તાગથી થતા ગુનાહ: વ્યભિચાર, લિવાતત અર્થાત્ હોમૉસેક્સ્યુલ્ (સમલૈંગિકતા).

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • જન્નતમાં પ્રેવેશ માટે ઘણા સ્ત્રોત છે, જે અલ્લાહ સાથે જોડાયેલા છે, તેમાંથી, અલ્લાહનો ડર, અને કેટલાક સ્ત્રોતનો સંબંધ લોકો સાથે જોડાયેલો છે, તેમાંથી એક સારા અખલાક.
  • માનવી માટે જબાનની આપત્તિઓ (આફતો) અને તે જહન્નમમાં દાખલ થવાનો એક સ્ત્રોત છે.
  • માનવી માટે મનેચ્છાઓ અને વાસનાઓની આપત્તિ કે તેના કારણે ઘણા લોકો જહન્નમમાં દાખલ થશે.