આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે આગળ પસાર થઈ ગયેલ પયગંબરોએ જે વાતોનો આદેશ આપ્યો એમાં એક વાત એ પણ હતી કે લોકો બરાબર એ વાત નકલ કરતા ગયા અને આવનારી કોમ માટે વારસાગત રૂપે આ વાત પહોંચાડતા રહ્યા, અહીં સુધી કે આ કોમની શરૂઆતમાં જ આ વાતનો આદેશ આવી ગયો કે તમે જોવો તમે શું કરવા ઈચ્છો છો, જો તમારામાં હયા નામની વસ્તુ જ ન હોય તો પછી જે મનમાં આવે તે કરો, અને જો તમારામાં હયા હોય તો રુકી જાઓ, અર્થાત્ ખરાબ કામોથી પોતાને રોકી રાખવું હયા ગણવામાં આવશે, જો હયા જ ન હોય તો પછી દરેક અશ્લીલ અને ખરાબ કામમાં સપડાઈ જશો.