આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે એક મુસલમાનનો સંપૂર્ણ ઇસ્લામ તે છે, તેની જુબાન દ્વારા બીજો મુસલમાન સુરક્ષિત રહે, ન તો તે તેને ગાળો આપે, ન તો તેને મહેણાં ટોળાં મારે, ન તો તેની ગિબત કરે છે, અને ન તો એવા કોઈ પ્રયત્નો કરે, જેનાથી જબાન વડે બીજાને ઇજા પહોંચે, એવી જ રીતે તેના હાથથી પણ સુરક્ષિત રહે, ન તો તે તેમના પર હુમલો કરે, ન તો અયોગ્ય રીતે તેનો માલ લે, વગેરે જેવા કાર્યો, અને મુહાજિર તે છે, જે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુઓ છોડી દે.