મિક્દાદ બિન મઅદિ કરીબ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ મોમિનો વચ્ચે સંબંધ મજબૂત કરવા અને તેમની વચ્ચે મોહબ્બત ફેલાવવાનું કારણ વર્ણન કર્યું છે, અને તે એ કે જ્યારે કોઈ ભાઈ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ફક્ત અલ્લાહ માટે પોતાની ભાઈ સાથે મોહબ્બત કરવાની મહ્ત્વતા, દુનિયાની અનુકૂળતા જોઈ મોહબ્બત ન હોવી જોઈએ.
  • આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે અલ્લાહની પ્રસન્નતા માટે કરવામાં આવતી મોહબ્બત વિશે પોતાના ભાઈને જાણ કરી શકે છે, જેથી મોહબ્બત અને પ્યાર વધે.
  • મોમિનો વચ્ચે મોહબ્બત ફેલાવવી તેમના ઈમાનને મજબૂત કરે છે અને સમાજને વિભાજીત થવાથી બચાવે છે.