અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ: «રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તમારા પર રહેમ કરશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ લોકો પર રહેમ કરશે, તો અલ્લાહ પોતાની રહેમત દ્વારા તેના પર રહેમ કરશે, જેની રહેમતે દરેક વસ્તુને ઘેરી લીધી છે; અર્થાત્ તેને ભવ્ય બદલો આપવામાં આવશે. પછી નબી ﷺ એ આદેશ આપ્યો, ધરતીના દરેક લોકો પર દયા કરો, ભલે તે મનુષ્ય, પશુ, પક્ષી અથવા અન્ય પ્રકારની સૃષ્ટિ હોય, અને તેનો બદલો એ છે કે અલ્લાહ તમારા પર દયા કરશે, જે આકાશોની ઉપર છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ઇસ્લામ દીન દયાનો ધર્મ છે, અને તે સંપૂર્ણ રીતે અલ્લાહની આજ્ઞાપાલન અને સૃષ્ટિ પ્રત્યેની દયા પર આધારિત છે.
  • અલ્લાહ સર્વશક્તિમાન દયાથી સંપન્ન છે, અને તે અત્યંત કૃપાળુ, અત્યંત દયાળુ, અને તે પોતાના બંદાઓ સાથે દયાને જોડવાવાળો છે.
  • અલ્લાહ પોતાના બંદાઓને બદલો તે પ્રમાણે જ આપે છે જેવો તે અમલ કરે છે, બસ જે રહમ કરશે અલ્લાહ તેના પર રહમ કરશે.