નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના કેટલાક સહાબાઓ પાસે ઉભા હતા, જેઓ બેઠા હતા, તો તેમને પૂછ્યું, શું હું તમને ન જણાવું અને ન શીખવાડું કે તમારા માંથી સૌથી શ્રેષ્ઠ કોણ છે અને દુષ્ટ કોણ છે? તો લોકોએ જવાબ ન આપ્યો અને કઈ પણ ન બોલ્યા, પોતાના સારા અને ખરાબ વચ્ચેના ભેદને પારખવાના ભયથી અને બદનામીના ભયથી ચૂપ રહ્યા. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમના પર આ સવાલ ત્રણ વખત કર્યો, તો તેમના માંથી એક વ્યક્તિએ જવાબ આપ્યો: હે અલ્લાહના પયગંબર! અમને જરૂર જણાવો કે અમારા માંથી શ્રેષ્ઠ કોણ છે અને દુષ્ટ કોણ. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું: તમારા માંથી શ્રેષ્ઠ વ્યક્તિ તે જેની પાસેથી ભલાઈ, દયા અને ન્યાયની રાહ જોવામાં આવે અને તેની આશા રાખવામાં આવે, અને લોકો તેની દુષ્ટતાથી સુરક્ષિત રહે, લોકો તેના આક્રમણ, નુકસાન અને અન્યાયથી ભયભીત ન હોય, એવી જ રીતે તમારા માંથી સૌથી દુષ્ટ વ્યક્તિ તે છે જેની પાસે ભલાઈ, દયા અને ન્યાયની રાહ ન જોવામાં આવે અને ન તો તેની આશા રાખી શકાય, અને ન તો લોકો તેની દુષ્ટતાથી સુરક્ષિત રહે, પરંતુ લોકો તેના આક્રમણ, નુકસાન અને અત્યાચારથી લોકો ભયભીત હોય.