જાબિર રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, આપ ﷺએ કહ્યુ: «અલ્લાહ એવા વ્યક્તિ પર રહેમ કરે છે, જે વેચાણ અને ખરીદી અને માંગણી કરતી વખતે ઉદારતા અને નરમીથી કામ લે છે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ તે દરેક લોકો માટે દુઆ કરી જે વેચાણ કરતી વખતે ઉદારતા અપનાવે; જેથી તે ખરીદી કરનાર વ્યક્તિ સાથે સોદાબાજીમાં સખ્તી ન કરે અને તેની સાથે સારો વ્યવહાર કરે, એવી જ રીતે ખરીદી કરતી વખતે પણ તે ઉદારતા ભર્યો વ્યવહાર કરે, અને સામાનનો ભાવ ઓછો ન આપે અને ઘટાડે નહિ એવી જ રીતે દેવું વસૂલ કરતી વખતે પણ ઉદારતા અપનાવે, અને કોઈ જરૂરતમંદ અને મોહતાજ પર સખ્તી ન કરે, નરમી સાથે વાતચીત કરે, અને જો તે અસમર્થ હોય તો તેને થોડો વધુ સમય આપે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • શરીઅતનો એક હેતુ એવા સારા કાર્યો શીખવાડવાનો છે, જેથી લોકો એકબીજા સાથે સંબંધો સારા રાખે.
  • આ હદીષમાં લોકો સાથે વ્યવહારમાં, જેમકે લેવડ દેવડ કરતી વખતે સારો વ્યવહાર કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.