અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને સંબોધિત કર્યા, આ વાત જરૂર કહી: «તે વ્યક્તિ પાસે કોઈ ઈમાન નથી જેની પાસે અમાનતદારી ન હોય, અને તે વ્યક્તિ પાસે દીન નથી જે વચનનું પાલન ન કરતો હોય». حسن لغيره - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ભાગ્યે જ કોઈ એવો ઉપદેશ આપતા જેમાં આ બે બાબતોનો ઉલ્લેખ જરૂર કરતાં: પહેલી બાબત: જે વ્યક્તિ પોતાના માલ, નફસ અને ખાનદાન બાબતે ખિયાનત કરશે તેનું ઈમાન સંપૂર્ણ નથી. બીજી બાબત: જે વચનો પૂરા નથી કરતો, તેને તોડી નાખે છે, તેનું દીન પણ સંપૂર્ણ નથી.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • અમાનતદારી કરવા અને વચનો પૂરા કરવા પર ઉભાર્યા છે, તેની અછત ઈમાનની અછત છે.
  • ખિયાનત કરવા અને વચન ભંગ કરવાથી સચેત કર્યા છે, અને તે મહાપાપો માંથી એક છે.
  • આ હદીષમાં તે દરેક અમાનત અને વચનોની સુરક્ષા કરવા પર ઉભાર્યા છે જે અલ્લાહ વચ્ચે હોય અને જે સર્જનના એકબીજા વચ્ચે હોય.