અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે લોકનો આભાર વ્યક્ત નથી કરતો તે અલ્લાહનો પણ આભાર વ્યક્ત નથી કરી શકતો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ લોકોની નેકી અને ભલાઈ પર તેમનો આભાર વ્યક્ત નથી કરતો તે સામાન્ય રીતે અલ્લાહનો આભાર વ્યકત નથી કરતો, તેનું કારણ એ છે કે બંને બાબતો એકબીજા સાથે જોડાયેલી છે, કેમ કે લોકોના સારા વ્યવહાર પર તેમનો આભાર વ્યક્ત ન કરવો, તે તેની આદત અને ફિતરત છે, એવી જ રીતે અલ્લાહએ આપેલ નેઅમતોનો આભાર વ્યકત ન કરવો તેની લાપરવાહી અને આદત છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • લોકોના સારા વ્યવહાર પર તેમનો આભાર વ્યક્ત કરવાની મહત્ત્વતા.
  • ખરેખર નેઅમતો આપનાર તો અલ્લાહ જ છે, અને સર્જન એક માધ્યમ છે, જેના દ્વારા સર્વશ્રેષ્ઠ અલ્લાહ જેના માટે ઈચ્છે છે, તેના માટે આધીન બનાવે છે, તેથી લોકોનો આભાર વ્યક્ત કરવો અલ્લાહના આભાર વ્યકત કરવા માંથી છે.
  • લોકોની દયા બદલ તેમનો આભાર માનવો તે સંપૂર્ણ ચારિત્ર્યનો પુરાવો છે.