આ હદીષમાં નબી ﷺ એક વ્યક્તિ વિષે ખબર આપતા કહ્યું કે તે લોકોને દેવું આપતો હતો, અથવા તેમને સામાન ઉધાર આપતો હતો, અથવા તે પોતાના સેવકો જે લોકો પાસે લેણું વસૂલ કરવા માટે જતાં હતા તેમને કહેતો: જ્યારે તમે કોઈ દેવાદાર વ્યક્તિ પાસે જાઓ, અને જો તેની પાસે દેવું ચૂકવવા માટે કઈ પણ ન હોઇ તો તેનું દેવું જવા દો, અર્થાત્ તેને થોડો સમય વધુ આપો અને ભાર મૂકી દેવું વસૂલ ન કરો, અથવા તેની પાસે જે કઈ પણ હોય તે લઈ લો ! આવું તે વ્યક્તિ એ આશયથી કહેતો હતો કે કદાચ આ કારણે અલ્લાહ તેને માફ કરી દે. બસ જ્યારે તે વ્યક્તિનું મૃત્યુ થયું, તો અલ્લાહએ તેને માફ કરી દીધો.