એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું કે મારી સવારી નષ્ટ થઈ ગઈ છે, મારા માટે સવારીનો બંદોબસ્ત કરી આપો અને મને સવારી આપો જેથી હું મંજિલ સુધી પહોંચી શકું, પરંતુ આપ ﷺ એ માફી માંગી કારણકે અને કહ્યું કે મારી પાસે કોઈ સવારી નથી, એક વ્યક્તિ ત્યાં હાજર હતો, તેણે કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! હું એક વ્યક્તિ વિષે જાણું છું, જે તેને સવારી આપી શકશે, આપ ﷺ એ કહ્યું કે તે તેના સવાબમાં બરાબર ભાગ મળશે, કારણકે તેણે એક જરૂરતમંદને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે.