નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નેકી અને બુરાઈ વિષે સવાલ કરવામાં આવ્યો તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: સૌથી મોટી નેકી અલ્લાહનો તકવો, લોકો સાથે સારા અખ્લાક, સહનશીલતા, ક્રોધનો અભાવ, હસતાં મોઢે લોકો સાથે મુલાકાત કરવી, સારી વાતચીત કરવી, સંબંધ જોડવા, અનુસરણ કરવું, દયા અપનાવવી, ઈમાનદારી અને સદ્ વ્યવહારનું નામ છે. અને બુરાઈ જે શંકાઓ તમારા મનમાં આવે, અને તેના પ્રત્યે મન સાફ ન હોય, અને દિલમાં તેના ગુનાહ અને અપરાધ હોવાની શંકા અને ભય હોય, અને તે લોકોને જણાવવા ન ઈચ્છતો હોય, કારણકે તે સૌથી પ્રતિષ્ઠિત અને સંપૂર્ણ લોકો માટે ખરાબ હોય, એટલા માટે મન પોતાની ફિતરત પ્રમાણે નેકી વિષે લોકોને જણાવવા ઈચ્છે છે, અને જો કોઈ કાર્ય પ્રત્યે લોકોને જણાવવા ન ઈચ્છે અને નાપસંદ કરે તો તેમાં કોઈ ભલાઈ નથી અને તે પાપ છે.