અબૂ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ પોતાના ભાઈની (તેની ગેરહાજરીમાં) તેની ઇઝ્ઝતનો બચાવ કરશે, તો અલ્લાહ તઆલા તેના ચહેરાને જહન્નમની આગથી દૂર કરશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાના મુસ્લિમ ભાઈની ગેરહાજરીમાં તેની ઇઝ્ઝત અને તેના માન સન્માનનો બચાવ કરે છે તો અલ્લાહ તઆલા કયામતના દિવસે તેનાથી અઝાબને દૂર કરશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • મુસલમાન ભાઈ વિશે તેની ગેરહાજરીમાં તેના માંન સન્માનને નુકસાન પહોંચાડનારી વાતચીત કરવા પર રોક લગાવી.
  • અમલ પ્રમાણે બદલો આપવામાં આવશે, જે વ્યક્તિ પોતાના ભાઈની ઇઝ્ઝતનો બચાવ કરશે તો અલ્લાહ તઆલા ક્યામતના દિવસે તેનાથી જહન્નમ દૂર કરશે.
  • ઇસ્લામ ભાઈચારાનો અને એકબીજાની મદદ કરવાનો દીન છે.