અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: મને વસિયત કરો, આપ ﷺ એ કહ્યું «ગુસ્સો ન કર » તે વારંવાર પૂછતો રહ્યો અને આપ ﷺ કહેતા રહ્યા: «ગુસ્સો ન કર». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

એક સહાબી એ અલ્લાહના રસૂલ ﷺ સમક્ષ આગ્રહ કર્યો કે અમને એવી વાત જણાવો જે અમને ફાયદો પહોંચાડે, આપ ﷺ એ આદેશ આપ્યો કે ગુસ્સો ન કરો, અર્થાત્ તે એવા કારણોથી બચે જેના દ્વારા ગુસ્સો આવતો હોય અને જ્યારે ગુસ્સો આવી જાય તો પોતાના ઉપર નિયંત્રણ રાખે, એવી ન થાય કે તેશમાં આવી કોઇની હત્યા કરી નાખે, મારી ડે અથવા ગાળો આપવા લાગે. તે સહાબી એ વસિયત કરવાની વિનંતી કરી અને વારંવાર કરતો રહ્યો, પરંતુ દરેક વખતે નબી ﷺ એ એક જ જવાબ આપ્યો કે "ગુસ્સો ન કરો".

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ગુસ્સો કરવાથી તેમજ ગુસ્સે થવાના કારણોથી બચવું જોઈએ, એટલા માટે કે તે બુરાઈનું મૂળ છે અને તેનાથી બચવું ભલાઈ પ્રાપ્તિ માટેનું મૂળ સ્ત્રોત છે.
  • અલ્લાહ માટે ગુસ્સે થવું,જેવું કે જ્યારે અલ્લાહના આદેશોની વિરુદ્ધ કઈ કામ થઈ રહ્યું હોય, આ ગુસ્સો પ્રશંસનીય છે.
  • જરૂરત વખતે વાતનો વારંવાર કહેવી જોઈએ, જેથી સાંભળવાવાળો સમજી જાય અને વાતનું મહત્વ તેના દિમાગમાં સમજાઈ જાય.
  • આલિમ પાસે વસિયતનો આગ્રહ કરવો જાઈઝ છે.