અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલાએ કહ્યું: મેં નમાઝને મારી અને મારા બંદા વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે, જ્યારે બંદો કહે છે: {الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ}, અર્થ: દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રશંસા કરી, જ્યારે બંદો કહે છે: {الرَّحْمَنِ الرَّحِيمِ}, અર્થ: (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારા વખાણ કર્યા , જ્યારે બંદો કહે છે: {مَالِكِ يَوْمِ الدِّينِ}, અર્થ: બદલાના દિવસ (કયામત) નો માલિક છે, કહે છે તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રતિષ્ઠતા વર્ણન કરી અને એક વખત કહે છે કે મારા બંદાએ તેના કાર્યો મારા હવાલે કરી દીધા, અને જ્યારે બંદો કહે છે: {إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ}, અર્થ: અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ, તો અલ્લાહ તઆલા કહે છે: આ ભાગ મારી અને મારા બંદા વચ્ચે છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે, પછી જ્યારે બંદો કહે છે: {اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ، صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ}, અર્થ: અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ. તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે. તો અલ્લાહ કહે છે: આ મારા બંદા માટે છે, જે તેણે માગ્યું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે