અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ અલ્લાહની કિતાબ માંથી એક શબ્દ પઢશે તો તેના માટે એક નેકી લખવામાં આવશે અને એક નેકીનો સવાબ દસ નેકી બરાબર લખવામાં આવે છે, અને હું એમ નથી કહેતો કે (અલિફ, લામ, મિમ) ત્રણેય એક જ શબ્દ છે, પરંતુ (અલિફ) એક શબ્દ, (લામ) એક શબ્દ અને (મિમ) એક શબ્દ (અર્થાત્ ત્રણેય અલગ અલગ શબ્દ ગણવામાં આવે) છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે

નબી ﷺ જણાવી રહ્યા છે કે જે મુસલમાન અલ્લાહની કિતાબ માંથી એક શબ્દ પણ પઢે છે, તો તેના બદલામાં તેને એક નેકી આપવામાં આવે છે, અને તે નેકીનો બદલો દસ નેકી સુધી વધારીને આપવામાં આવે છે. ફરી નબી ﷺ એ આ વાતને સ્પષ્ટ કરતાં કર્યું: હું નથી કહેતો કે અલિફ લામ મિમ ત્રણેય એક છે, પરંતુ અલિફ એક શબ્દ, લામ એક શબ્દ અને મિમ એક શબ્દ, આમ ફક્ત અલિફ લામ મિમ કહેવા પર ત્રીસ નેકિઓ લખવામાં આવે છે.

  1. વધુમાં વધુ કુરઆનની તિલાવત કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  2. તિલાવત કરનાર માટે દરેક શબ્દના બદલે એક નેકી મળે છે જેણે દસ ગણો સવાબ લખવામાં આવે છે.
  3. અલ્લાહ તઆલાની વિશાળ રહેમત અને કૃપા કે તે પોતાના બંદાને તેની કૃપા અને ફઝલથી બમણો સવાબ આપે છે.
  4. અન્ય પુસ્તક પર કુરઆનની મહત્ત્વતા, અને તેની તિલાવત ઈબાદત ગણવામાં આવે છે; કારણકે તે અલ્લાહનું કલામ (શબ્દો) છે.

સફળતાપૂર્વક મોકલ્યું