આપ ﷺ કુરઆનની તિલાવત કરનારને, તેના પર અમલ કરવાવાળાને, તેને હિફઝ અને તિલાવત કરવામાં કાયમ રહેનારને જ્યારે તે જન્નતમાં દાખલ થશે તો તેના માટે જણાવ્યું કે તેને કહેવામાં આવશે કે કુરઆન પઢતો રહે, અને જન્નતના દરજ્જા પર ચઢતો રહે, અને કુરઆન સારી રીતે રુકી રુકીને પઢજે જે પ્રમાણે દુનિયામાં તું તિલાવત કરતો હતો, ઉત્તમ અને સારી રીતે, શાંતિપૂર્વક અને જ્યાં તારી છેલ્લી આયત હશે તે જ તારી છેલ્લી મંજિલ હશે.