?જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે

અબુ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

નબી ﷺ એ જણાવ્યું કે રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢીને સુઈ જવાથી, અલ્લાહ તેને દરેક બુરાઈ અને તકલીફથી બચાવી લે છે, એક બીજા મંતવ્ય પ્રમાણે: આ બંને આયતો રાત્રે કિયામ કરવા પર પૂરતી થઈ જાય છે અર્થાત્ સંપૂર્ણ રાત નમાઝ પઢવા પર, એવી જ રીતે બીજા એક મંતવ્ય પ્રમાણે: દરેક પ્રકારનાઝિક્ર કરવા પર પૂરતી થઈ જાય છે, એક બીજા મંતવ્ય પ્રમાણે: રાતની નમાઝમાં કમ સે કમ આ બંને આયતોને પઢી લેવી પૂરતી થઈ જાય છે, અન્ય આલિમોના મંતવ્યો પણ વર્ણન કરવામાં આવ્યા છે, શક્ય છે કે અહીંયા વર્ણવેલ દરેક મંતવ્યો સાચા હોય અને દરેક મંતવ્ય હદીષમાં આવી જતાં હોય.

  1. સૂરે બકરહની છેલ્લી બે આયતોની મહત્ત્વતા અને તે બંને આયતો આ પ્રમાણે છે: {ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّن رُّسُلِهِۦۚ وَقَالُواْ سَمِعۡنَا وَأَطَعۡنَاۖ غُفۡرَانَكَ رَبَّنَا وَإِلَيۡكَ ٱلۡمَصِيرُ. لاَ يُكَلِّفُ اللَّهُ نَفْساً إِلاَّ وُسْعَهَا لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ رَبَّنَا لاَ تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا رَبَّنَا وَلاَ تَحْمِلْ عَلَيْنَا إِصْراً كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا رَبَّنَا وَلاَ تُحَمِّلْنَا مَا لاَ طَاقَةَ لَنَا بِهِ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَآ أَنتَ مَوْلاَنَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ.} (પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા, તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહે છે કે અમે આદેશો સાંભળ્યા અને આજ્ઞાનું પાલન કર્યું, હે અમારા પાલનહાર ! અમે તારી માફી ઇચ્છીએ છીએ અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે. અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો, જો કોઈ વ્યક્તિ સારું કામ કરશે તો તેને તેનો બદલો જરૂર મળશે, અને જો ખોટું કાર્ય કરશે તો તેની સજા તેને જ મળશે, (ઇમાનવાળાઓ અલ્લાહથી આ રીતે દુઆ કરો) હે અમારા પાલનહાર ! જો અમારાથી ભુલચૂક થઈ ગઈ હોય તો તેના પર અમારી પકડ ન કરીશ, હે અમારા પાલનહાર ! અમારા પર એટલો ભાર ન નાખ, જે અમારા પહેલાના લોકો પર નાખ્યો હતો, હે અમારા પાલનહાર ! જે ભાર અમે ઉઠાવી ન શકતા હોય, તે અમારાથી ન ઉઠવડાવશો,અમને માફ કરી દે, અને અમારા પર દયા કર, તું જ અમારો માલિક છે, અમને કાફિરો વિરુદ્ધ તું અમારી મદદ કરી).
  2. રાતના સમયે આ બંને આયતો પઢીને સુવાથી તે વ્યક્તિ શૈતાનની બુરાઈ અને દરેક ખરાબ વ્યક્તિની બુરાઈથી સુરક્ષિત રહે છે.
  3. રાતની શરૂઆત સૂર્યાસ્ત પછીથી લઈ ફજર ઉદય થયા સુધી હોય છે.

સફળતાપૂર્વક મોકલ્યું