અબૂ અબ્દુર્ રહમાન અસ્ સુલ્લમી રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ કહે છે કે: અમને તે સહાબાઓએ રિવાયત કરી જે અમને પઢાવતા હતા સહાબા આપ ﷺ પાસે કુરઆન મજીદની દસ દસ આયતો શીખતાં હતા, અને આગળની દસ આયતો ત્યાં સુધી નહતા શીખતાં જ્યાં સુધી અમે પહેલી દસ આયતો વિશે ઇલ્મ અને અમલ કરવાને પ્રાપ્ત ન કરી લઈએ, આ પ્રમાણે અમે ઇલ્મ અને અમલ પ્રાપ્ત કર્યું. હસન - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

સહાબા આપ ﷺ પાસેથી કુરઆન મજીદની દસ આયતો પઢતા અને શીખતાં હતા અને સહાબા ત્યાં સુધી બીજી દસ આયતો આપ ﷺ પાસેથી નહતા શીખતાં જ્યાં સુધી પહેલી દસ આયતો વિશે ઇલ્મ પ્રાપ્ત ન કરી લે અને તેના મુજબ અમલ ન કરી લે, એટલા માટે ઇલ્મ શીખો પરંતુ તેની સાથે અમલ પણ કરતા રહો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • સહાબાની મહત્ત્વતા અને સહાબાનું કુરઆન પ્રત્યે ઇલ્મ પ્રાપ્તિનો ઉત્સાહ.
  • કુરઆન મજીદની તાલિમ પ્રાપ્ત કરો, જેની સાથે સંપૂર્ણ ઇલ્મ અને અમલ પણ હોય, ફક્ત તેની તિલાવત અને યાદ કરવાને પૂરતું ન સમજો, સાથે સાથે અમલ પણ કરો.
  • વાત અને અમલ કરતા પહેલા ઇલ્મ પ્રાપ્ત કરવું જોઈએ.