આપ ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ પોતાના પર જુલમ કરવાને હરામ કર્યું છે અને તેણે પોતાના બંદાઓ માટે પણ જુલમને હરામ કર્યું છે, એટલા માટે કોઈ કોઈના પર જુલમ ન કરે, સર્જનીઓ માંથી દરેક સાચા માર્ગથી પથભ્રષ્ટ છે, સિવાય અલ્લાહ એ જેને હિદાયત આપી અથવા તેની તૌફીક આપી, જે વ્યક્તિ તેની પાસે હિદાયતનો સવાલ કરશે તો તે તેને હિદાયતની તૌફીક આપશે અને તેને હિદાયત પણ આપશે, અને એ કે દરેક સર્જનીઓ પોતાની જરૂરત માટે અલ્લાહના મોહતાજ છે, માટે જે વ્યક્તિ અલ્લાહ પાસે સવાલ કરશે તો તે તેની જરૂરત પુરી કરશે અને તે તેના માટે પૂરતો છે, અને ખરેખર બંદાઓ રાત દિવસ ગુનાહો કરે છે, અલ્લાહ તઆલા તેમના ગુનાહો છુપાવે છે, દરગુજર કરે છે, જ્યારે બંદો તેની પાસે માફી માગે છે, તમારા માંથી કોઈ પણ અલ્લાહને કંઈ પણ નુકસાન પહોંચાડી શકતા નથી અને ન તો કંઇ પણ ફાયદો પહોંચાડી શકો છો, અને તે સૌ એક પરહેજગાર વ્યક્તિના દિલ માફક બની જાય તો પણ તેમની પરહેજગારી અલ્લાહની બાદશાહીમાં વધારો નથી કરી શકતી, અને જો તે સૌ એક દુરાચારી વ્યક્તિના દિલની માફક બની જાય તો પણ તેમનું દુરાચાર હોવું તેના સામ્રાજ્યને નુકસાન પહોંચાડી શકતું નથી, કારણકે તેઓ અલ્લાહની નજીક કમજોર અને ફકીર બંદા છે, દરેક સમયે અને જગ્યાએ આપણે તેના મોહતાજ છે, તે બેનિયાજ અને પવિત્ર છે, તેમજ સમગ્ર જિન્નાતો અને માનવીઓ પહેલાના પણ અને પછીના પણ એક જગ્યાએ ભેગા મળી દરેક અલ્લાહ પાસે પોતાની જરૂરતનો સવાલ કરી લે અને અલ્લાહ દરેકની પોતાની જરૂરત પ્રમાણે આપે તો પણ અલ્લાહના ખજાના માંથી સહેજ પણ ઓછું થવાનું નથી, જેવું કે એક સોઈ સમુદ્રમાં નાખી કાઢવામાં આવે તો સમુદ્ર માંથી કઈ પણ ઓછું થતું નથી, અને આ અલ્લાહની સંપૂર્ણ બેનિયાજ હોવાની દલીલ છે. અને અલ્લાહ તઆલા બંદાઓના દરેક અમલ પર નજર રાખી રહ્યો છે, પછી દરેકને તેમના કાર્યો મુજબ કયામતના દિવસે બદલો આપશે, જે વ્યક્તિ પોતાના અમલનો બદલો ભલાઈમાં જુએ તો તેણે અલ્લાહના વખાણ કરવા જોઈએ કે તેણે તેનું અનુસરણ કરવાની તૌફીક આપી, અને જે વ્યક્તિ પોતાના અમલનો બદલો અન્યરૂપે જુએ તો તે પોતાના નફસને જ દોષી ઠેહરાવે, કે જે તેને નુકસાન તરફ લઈ ગઈ.