જ્યારે નબી ﷺ એ મુઆઝ બિન જબલ રઝી. ને દાઇ અને શિક્ષક બનાવી યમન દેશ તરફ મોકલ્યા કે તેઓ ત્યાંના લોકોને અલ્લાહ તરફ દઅવત આપે અને તેમને શિક્ષા આપે, તો નબી ﷺ એ તમને જણાવ્યું કે તમે એક ઈસાઈ કોમનો સામનો કરશો, જેથી તમે તૈયાર થઈ જાઓ, અને તેમને જે સૌથી વધુ મહત્વની બાબતો છે તેની દઅવત પહેલા આપજો, તો તમે સૌ પ્રથમ તેમનો અકીદો સુધારવા તરફ તેમને દાવત આપજો; કે તો ગવાહી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે; આ સાક્ષી દ્વારા તેઓ ઇસ્લામમાં દાખલ થઈ જશે, બસ જ્યારે તેનું અનુસરણ કરવા લાગે તો તેમને નમાઝનો આદેશ આપજો, કારણકે નમાઝ તૌહીદ પછી સૌથી મહાન ફર્ઝ છે, બસ જ્યારે તેઓ નમાઝ કાયમ કરવા લાગે તો તેમના ધનવાન લોકોને આદેશ આપજો કે તેઓ પોતાના માલ માંથી ઝકાત કાઢી ગરીબોને આપે, ફરી નબી ﷺ એ તેમને સચેત કર્યા કે તેમનો શ્રેષ્ઠ માલ ન લેજો કારણકે ઝાકત મધ્યમ માલ પર ફર્ઝ છે, ફરી તેમને જુલમ કરવાથી બચવાની નસીહત કરી, કારણકે જો પીડિત વ્યક્તિ અલ્લાહ પાસે દુઆ કરે તો તેની દુઆ કબૂલ કરવામાં આવે છે.