અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરી રહ્યા છે કે નબી ﷺ એ અમને ખુતબ એ હાજહ શીખવાડયો, જે પ્રવચનો અથવા જરૂરી કામોની શરૂઆત કરતાં પહેલા કરવામાં આવે છે, જેમકે લગ્ન વખતે, શુક્રવારના ખુતબામાં વગેરે. આ ખુતબામાં અલ્લાહના નામના વખાણનો સમાવેશ થાય છે, જેમકે અલ્લાહ દરેક પ્રકારની પ્રસંશાને લાયક છે, ફક્ત તેની પાસે જ માફી માંગવા માટે આવે, અને તેમાં તેનો કોઈ ભાગીદાર ઠેહરાવવામાં ન આવે, એવી જ રીતે નફસની બુરાઈઓ અને અન્ય પ્રકારની બુરાઈઓ માટે તેની પાસે જ આશ્રય માંગવામાં આવે. ફરી નબી ﷺ એ જણાવ્યું કે હિદાયત આપવી અલ્લાહના હાથમાં છે, જેને અલ્લાહ હિદાયત આપે તેને કોઈ ગુમરાહ નથી કરી શકતું, અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેને કોઈ હિદાયત પર લાવી નથી શકતું. પછી તૌહીદની ગવાહી વર્ણન કરવામાં આવી એ કે અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ (પૂજ્ય) નથી, અને પયગંબરી માટેની ગવાહી એ કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને રસૂલ છે. આ ખુતબાનો અંત કુરઆન મજીદની ત્રણ એવી સૂરતો વડે કરવામાં આવ્યો જે તકવાનો આદેશ આપે છે, તકવો એ કે અલ્લાહએ આપેલ આદેશોનું અનુસરણ અને અલ્લાહએ રોકેલા કાર્યોથી બચવું, અને તકવો અપનાવવાનો બદલો એ મળશે કે સાચો અમલ, સાચી વાત, ગુનાહોથી માફી, દુનિયામાં સારું જીવન, કયામતના દિવસે સફળતા રૂપે જન્નત આપવામાં આવશે.