અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ જણાવે છે: અમે આપ ﷺ સાથે મસ્જિદમાં બેઠા હતા, એક વ્યક્તિ ઊંટ પર સવાર થઈ આવ્યો, તે ઊંટ પરથી ઉતર્યો અને તેણે ઊંટને બેસાડી બાંધી દીધું, પછી તેણે સવાલ કર્યો: તમારી વચ્ચે મોહમ્મદ (ﷺ) કોણ છે? આપ ﷺ જૂથ વચ્ચે ટેકો આપી બેઠા હતા, અમે કહ્યું: આ સફેદ વડીલ જે ટેકો આપી બેઠા છે, તે મોહમ્મદ (ﷺ) છે, તે વ્યક્તિએ કહ્યું: હે અબ્દુલ્ મુત્તલિબના દીકરા !, આપ ﷺ એ કહ્યું: તમારી વાત હું સાંભળી રહ્યો છું, પૂછો તમારા સવાલનો હું તમારા જવાબ આપીશ. તે વ્યક્તિએ કહ્યું: હું દીન બાબતે કેટલીક વાતો વિશે પૂછવા માંગુ છું, અને થોડુંક સખતી સાથે પણ સવાલ કરીશ તમે ખોટું તો નહીં લગાડો? અર્થાત્: તમે મારા પર ગુસ્સે તો નહીં થાવ અને ન તો તમે પોતાનું દિલ તંગ કરશો, આપ ﷺ એ કહ્યું: તમે જે સવાલ પૂછતાં માંગતા હોય, પૂછો, તેણે કહ્યું: હું તમારા પાલનહાર અને તમારા કરતા પહેલાના લોકોના પાલનહારની કસમ આપી પૂછું રહ્યો છું કે શું તમને અલ્લાહ તઆલા એ દુનિયાના દરેક લોકો માટે રસૂલ (પયગંબર) બનાવી મોકલ્યા છે? આપ ﷺએ કહ્યું: હા, અલ્લાહ ગવાહ છે, નબી ﷺ એ પોતાની વાતની સત્યતા માટે અલ્લાહને ગવાહ બનાવી કહ્યું, પછી તેણે કહ્યું: હું તમને અલ્લાહની કસમ આપી પૂછી રહ્યો છું, અર્થાત્ અલ્લાહનો વાસ્તો આપી, કે શું અલ્લાહએ દિવસ અને રાત દરમિયાન પાંચ વખતની નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે? અને તે પાંચ વખતની ફર્ઝ નમાઝ, આપ ﷺ એ કહ્યું: હા, અલ્લાહ ગવાહ છે, પછી તેણે સવાલ કર્યો: હું તમને અલ્લાહની કસમ આપી પૂછી રહ્યો છું કે શું અલ્લાહ તઆલાએ વર્ષમાં એક મહિનાના રોઝા રાખવાનો આદેશ આપ્યો છે? અર્થાત્: રમઝાનના મહિનાના રોઝા, આપ ﷺ એ કહ્યું: હા, અલ્લાહ ગવાહ છે, તેણે કહ્યું: હું આપને અલ્લાહની કસમ આપી સવાલ કરી રહ્યો છું કે શું અલ્લાહ આ પણ આદેશ આપ્યો છે કે તમારા માંથી માલદારો પાસે ઝકાત લઈ તમારા ગરીબ લોકોમાં વહેંચી દેવામાં આવે? અર્થાત્ ઝકાત આપ ﷺ એ કહ્યું: હા, અલ્લાહ ગવાહ છે, ઝિમામે ઇસ્લામ કબૂલ કર્યો, અને તેણે આપ ﷺ ને કહ્યું કે તે પોતાની કોમને પણ આ વાતોની દઅવત આપશે (અર્થાત્ તે તેનો પ્રચાર કરીશ) પછી તેણે પોતાનો પરિચય કરાવ્યો કે હું ઝિમામ બિન ષઅલબા છું, બનૂ સઇદ બિન બકરના ખાનદાન માંથી છું.