આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ દરેક પયગંબરોની ભરપૂર મદદ કરી અને તેમને નિશાનીઓ તેમજ ચમત્કારીક મુઅજિઝા આપ્યા, જે તેમની પયગંબરીનો પુરાવો હતો અને જે પણ તેને જુએ તે ઈમાન લઇ આવે, અને તે લોકો તેમના ચેલેન્જ સામે હારી જાય છે, અને છેવટે તે પોતાને (કુફ્ર) થી બચાવી નથી શકતા અને હઠીલા બની જાય છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને જે મુઅજિઝો આપવામાં આવ્યો હતો તે કુરઆન છે, જે આપની તરફ વહી કરવામાં આવી, તેમાં રહેલા સ્પષ્ટ અને સતત ચમત્કાર અને તેના પુષ્કળ ફાયદા અને વ્યાપક ઉપયોગીતાને કારણે, કારણ કે તેમાં દઅવત, પુરાવા અને ભવિષ્યના સમાચારનો સમાવેશ થાય છે, તેથી તેનો લાભ હાજર રહેલ, ગેરહાજર, અસ્તિત્વમાં રહેલા અને જે નજીકમાં અસ્તિત્વમાં આવશે તે દરેક લોકો માટે છે, ફરી કહ્યું: મને આશા છે કે કયામતના દિવસે મારા અનુયાયીઓ સૌથી વધુ હશે.