આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ મને પાંચ વસ્તુઓ એવી આપી છે, જે આજ પહેલા કોઈ નબીને આપવામાં આવી નથી: પહેલી: મદદ માટે દુશ્મનના દિલમાં મારો ભય, ભલે ને તેમની અને મારી વચ્ચે એક મહિનાના સફર જેટલું અંતર કેમ ન હોય. બીજી : મારા માટે સંપૂર્ણ જમીન મસ્જિદ બનાવી દેવામાં આવી કે અમે જ્યાં ઈચ્છીએ ત્યાં નમાઝપઢી શકીએ છીએ, અને પાણી વાપરવાની શક્તિ ન હોવા પર અને પાણીની અછત વખતે માટીને પાકી પ્રાપ્ત કરવાનો એક સ્ત્રોત બનાવ્યો. ત્રીજી: યુદ્ધ પછી મળેલ ગનીમતનો માલ મારા માટે હલાલ કરવામાં આવ્યો, ગનીમતના માલનો અર્થ તે માલ જે કાફિરો સાથે યુદ્ધ કરતા મુસલમાનોને મળે છે. ચોથી: કયામતના દિવસે ભયાનક પરિસ્થિતિથી છૂટકારા માટે ભલામણ કરવાનો અધિકાર આપ્યો. પાંચમી: મને સંપૂર્ણ માનવીઓ અને જિન્નાત માટે પયગંબર બનાવી મોકલવામાં આવ્યો, પહેલાના પયગંબરોને ફક્ત તેમની કોમ માટે જ નબી બનાવી મોકલવામાં આવતા હતા.