એક જૂથ નબી ﷺ પાસે આવ્યું, જ્યારે તેઓ નબી ﷺ ની સામે આવ્યા તો નબી ﷺ ના વખાણ કરવામાં કેટલાક એવા શબ્દો કહેવા લાગ્યા, જે નબી ﷺને પસંદ ન આવ્યા, તેઓએ કહ્યું: "તમે અમારા સરદાર છો", તો નબી ﷺ એ તેમને જવાબ આપ્યો: "સરદાર તો ફક્ત અલ્લાહ જ છે", તે પોતાની સૃષ્ટિ અને સમગ્ર સર્જન પર સંપૂર્ણ સત્તા ધરાવે છે, અને તે સૌ તેના બંદાઓ છે. તેઓએ કહ્યું: તમે અમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, તમને પ્રતિષ્ઠિતા,પદ અને સન્માન આપવામાં આવ્યું છે. અને તમે અમારા કરતા વધુ દાન કરનાર છો, અને તમે ખૂબ બુલંદ છો. નબી ﷺએ તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું કે તમે તમારા વાક્યો ખૂબ સાવચેતી સાથે કહો, અને શબ્દોમાં વધારો ન કરો, નહીં તો શેતાન તમને ગુલૂ (અતિશયોક્તિ) તરફ લઈ જશે અને જેના કારણે તમે હરામ કાર્ય શિર્ક અને તેના સ્ત્રોતમાં સપડાઈ જશો.