આ હદીષમાં નબી ﷺ કસમ ખાઈને જણાવી રહ્યા છે કે કયામતની નજીક ઈસા અલૈહિસ્ સલામ ઉતરશે અને લોકો વચ્ચે મોહમ્મદ ﷺ ની શરીઅત પ્રમાણે ન્યાય કરશે, અને તેઓ તે સલીબને તોડી નાખશે જે નસ્રાની લોકોએ છુપાવી રાખી છે, અને ઈસા અલૈહિસ્ સલામ ડુક્કરોને મારી નાખશે, અને ઈસા અલૈહિસ્ સલામ વેરાને હટાવી દેશે, જેથી દરેક લોકો ઇસ્લામ અપનાવી લેશે. છેલ્લા સમયે અલ્લાહ તરફથી બરકતો અને ખૂબ જ ભલાઈઓ ઉતારવાના કારણે માલ પુષ્કળ પ્રમાણમાં હશે, જેને કોઈ પણ સ્વીકારશે નહીં; કારણકે દરેક લોકો પાસે ખૂબ જ માલ હશે.