અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની કબર પાસેથી પસાર થશે, અને કહશે: કાશ ! હું તેની જગ્યાએ હોત». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યાં સુધી એક વ્યક્તિ કબર પાસેથી પસાર થશે અને ઈચ્છા કરશે કે તે મૃતકની જગ્યાએ હોય, અને તેનું કારણ એ કે તેને પોતાનો દીન ખરાબ થઈ જવાનો અને દુશ્મનોના હાવી થઈ જવાનો ભય હશે, તેમજ ફિતના અને અન્ય પ્રકારની બુરાઈઓ જાહેર થવાના કારણે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • કયામતની નજીક ફિતના અને અન્ય પ્રકારની બુરાઈઓ જાહેર થશે તે વાત તરફ ઈશારો કરવામાં આપ્યો છે.
  • આ હદીષમાં ઈમાન અને નેક કાર્યો વડે મોતની તૈયારી, ફિતના અને અજમાયશની જગ્યાઓથો દૂર રહેવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
explain-icon

વધુ