આ હદીષમાં નબી ﷺ કયામતની નિશાનીઓ વિશે જણાવ્યું કે સમય નજીક આવી જશે, તો એક વર્ષ એવી રીતે પસાર થઈ થશે જેમકે એક મહિનો થયો હોય, અને એક મહિનો એવી રીતે પસાર થશે જેમકે એક સપ્તાહ પસાર થયું હોય, અને એક અઠવાડીયું એવી રીતે પસાર થશે જેમકે એક દિવસ પસાર થયો હોય, અને એક દિવસ એક કલ્લાક અર્થાત્ એક ઘડીની માફક પસાર થશે, અને એક ઘડી પણ એટલી ઝડપથી પસાર થશે જેમકે ખજૂરના વૃક્ષનું સૂકું પાંદડું બળી જાય છે.