અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યાં સુધી તમારુ યહૂદી કોમ સાથે યુદ્ધ ન થાય, (જ્યારે યુદ્ધ થશે) તો તે પથ્થર પણ અલ્લાહના આદેશથી બોલશે, જેની પાછળ યહૂદી સંતાઈ ગયો હશે: હે મુસલમાન ! આ યહૂદી મારી પાછળ સંતાઈ ગયો છે, તેને કતલ કરી દે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યાં સુધી મુસલમાન અને યહૂદી કોમ વચ્ચે યુદ્ધ ન થાય, અહીં સુધી કે એક યહૂદી પોતાના બચાવ માટે મુસલમાનથી બચતા એક પથ્થર પાછળ સંતાઈ જશે, અલ્લાહ તઆલા તે પથ્થરને બોલવાની શક્તિ આપશે અને તે પથ્થર મુસલમાનને પોકારશે: મારી પાછળ યહૂદી સંતાઈ ગયો છે, તું આવીને તેને કતલ કરી દે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આપ ﷺ એ કેટલીક ગેબની વાતો તેમજ ભવિષ્યની વાતો અલ્લાહના આદેશથી જણાવી છે, જેટલું અલ્લાહ તઆલાએ આપ ﷺ ને જણાવ્યું, અને તે થઈને જ રહેશે, જેમાં કોઈ શંકા નથી.
  • અંતિમ સમયમાં મુસલમાન અને યહૂદી વચ્ચે યુદ્ધ થશે, અને તે કયામતની નિશાનીઓ માંથી છે.
  • ઇસ્લામ દીન કયામત સુધી બાકી રહેશે અને સમગ્ર ધર્મો પર જાહેર (ગાલિબ) થઈ જશે.
  • અલ્લાહ તઆલાએ મુસલમાનોની તેમના શત્રુઓ વિરુદ્ધ મદદ કરી, જેવું કે અંતિમ સમયમાં એક પથ્થરને પણ બોલવાની શક્તિ આપશે.