અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ બે કબરો પાસેથી પસાર થયા, અને કહ્યું: «આ બન્ને કબર વાળાને અઝાબ થઈ રહ્યો છે, અને આ અઝાબ કોઈ મોટા ગુનાહના કારણે નથી થઈ રહ્યો, પરંતુ તેમાંથી એક પેશાબના છાંટાથી બચતો ન હતો, અને તેમાંથી બીજો ચાડી કરતો હતો», પછી નબી ﷺ એ એક લીલી ડાળી લઈ તેને વચ્ચેથી બે ટુકડા કર્યા અને બન્ને કબરો પર અલગ અલગ લગાવી દીધા, લોકોએ સવાલ કર્યો હે અલ્લાહના રસૂલ ﷺ ! તમે આવું કેમ કર્યું? નબી ﷺ એ જવાબ આપ્યો: « કદાચ જ્યાં સુધી આ બંને ડાળીઓ સુકાઈ ન જાય ત્યાં સુધી તેમને અઝાબમાં ઘટાડો કરવામાં આવે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

નબી ﷺ બે કબરો પાસેથી પસાર થયા અને કહ્યું: આ બન્ને કબરવાળા વ્યક્તિઓને અઝાબ થઈ રહ્યો છે, અને તમારી દ્રષ્ટિએ અઝાબનું કારણ મોટું નથી, પરંતુ અલ્લાહની નજીક તે ગુનાહ મોટા છે, તેમાંથી એક પોતાના શરીર અને કપડાંને પેશાબના છાંટાથી બચાવતો ન હતો, અહીં સુધી કે તે પોતાની હાજત પુરી કરી લેતો, બીજો વ્યક્તિ લોકોની ચાડી કરનાર હતો, જે લોકો વચ્ચે મતભેદ કરવા માટે બીજાની વાતો કરતો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ચાડી કરવી અને પેશાબના છાંટાઓથી ન બચવું બન્ને કબીરહ ગુનાહો માંથી છે, કારણકે તે કબરના અઝાબનું કારણ બને છે.
  • નબી ﷺ ની પયગંબરીની નિશાનીઓ માટે અલ્લાહ તઆલાએ કેટલીક ગેબનું વાતો જાહેર કરી છે -જેવી કે કબરના અઝાબ વિશે-.
  • બે પાંદડા કાપી બન્ને કબર પર લગાવી દેવાનો આ અમલ નબી ﷺ માટે ખાસ છે; કારણકે અલ્લાહ તઆલા એ તે કબરમાં રહેલ બન્ને વ્યક્તિઓ વિશે જાણ કરી હતી, કોઈ અન્ય વ્યક્તિ માટે આ પદ્ધતિ અપનાવવામાં ન આવે; કારણકે કોઈ વ્યક્તિ કોઈની કબરની સ્થિતિ જાણી શકતો નથી.
explain-icon

વધુ