આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે જે વ્યક્તિ પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દ્વારા કોઈ પણ હદીષ વર્ણન કરે અને તે જાણતો હોય અથવા તેને શંકા હોય અથવા તેને યકીન હોય કે આ હદીષ જૂઠ્ઠી છે, તો તે જુઠ્ઠો છે, અને તેણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) તરફથી જૂઠ બાંધ્યું, અને રિવાયત કરનાર પણ તે જૂઠમાં ભાગીદાર છે.