આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે લોકો એવા વ્યક્તિ પર લઅનત કરે છે જે તેનો હકદાર નથી, તો તેના માટે બે સજાઓ નક્કી કરવામાં આવી છે: પહેલી: તે કયામતના દિવસે પયગંબરોના સંદેશા પહોંચડવાની સાક્ષી નહીં આપી શકે, અને ન તો દુનિયામાં તેની સાક્ષી સ્વીકારવામાં આવશે; તેના ગુનાહના કારણે, અને તેને સાક્ષી આપવાનો અધિકાર આપવામાં નથી આવતો, અને ન તો તેને શહાદત આપવામાં આવશે જે અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારને પ્રાપ્ત થાય છે. બીજી: કયામતના દિવસે તેને ભલામણ કરવાનો અધિકાર આપવામાં નહી આવે, જ્યારે મોમિનો પોતાના તે ભાઈઓ માટે ભલામણ કરશે, જેમને જહન્નમમાં દાખલ કરવામાં આવશે.