આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મુહાજિર અને અન્સાર સહાબા સાથે એક અભિયાન પર સફર કરી રહ્યા હતા, મુહાજિર સહાબા માંથી એક વ્યક્તિએ પોતાના હાથ વડે એક અન્સાર વ્યક્તિની પીઠ પર પ્રહાર કર્યો. તો અન્સારીએ કહ્યું: હે અન્સારના લોકો! મારી મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ કહ્યું: હે હિજરત કરનાર લોકો! મારી મદદ કરો, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ સંભાળ્યું, તો કહ્યું: આ શું છે? તો લોકોએ કહ્યું: મુહાજિર સહાબા માંથી એક વ્યક્તિએ પોતાના હાથ વડે એક અન્સાર વ્યક્તિની પીઠ પર પ્રહાર કર્યો, તો અન્સારીએ કહ્યું: હે અન્સારના લોકો! મારી મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ કહ્યું: હે હિજરત કરનાર લોકો! મારી મદદ કરો. તો પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ પ્રકારના અજ્ઞાનતાના સમયના (ઇસ્લામ પહેલાના) રીવાજો છોડી દો; કારણકે તે અત્યંત ખરાબ, ઘૃણાસ્પદ અને હાનિકારક છે; તે એ છે કે જયારે કોઈ વ્યક્તિ પોતાના વિરોધી સમક્ષ હારી જાય છે, તો પોતાના લોકોને બોલાવે છે, અને તેઓ તેની મદદ કરવા દોડી આવે છે, પછી ભલેને તે અત્યાચારી હોય કે પીડિત, અજ્ઞાનતા અને કટ્ટરતાના કારણે. જાબિર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જયારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનહ આવ્યા તો અન્સારી સહાબાની સંખ્યા વધારે હતી, પરંતુ આગળ જતા મુહાજિર સહાબાઓની સંખ્યા વધી ગઈ. તો મુનાફિકોના વડા અબ્દુલ્લાહ ઇબ્ને ઉબઈ ઇબ્ને સલૂલએ કહ્યું: શું ખરેખર વાત અહીં સુધી પહોંચી ગઈ છે? અલ્લાહની કસમ, જયારે આપણે મદીનહ પાછા ફરીશું, ત્યારે અમારા માંથી સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ -અર્થાત્ તે પોતે અને તેના સાથીઓ- સૌથી અપમાનિત -અર્થાત્ નબી લ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના સહાબા-ને બહાર કાઢી મુકશે. તો ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! મને પરવાનગી આપો, હું આ મુનાફિક (દંભી) વ્યક્તિને કતલ કરી દઉં, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેને છોડી દો, જેથી લોકો એમ ન કહે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓની હત્યા કરે છે.