નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાના સહાબાઓને સવાલ કર્યો: શું તમે જાણો છો કે ગરીબ કોણ છે? તેમણે જવાબ આપ્યો: અમારી નજીક ગરીબ તે છે, જેની પાસે ન તો માલ છે અને ન તો સામાન, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: મારી કોમનો ગરીબ તે હશે, જે કયામતના દિવસે સત્કાર્યો જેમકે નમાઝ, રોઝા, ઝકાત વગરે સાથે લઈ આવશે, અને તે એવી સ્થિતિમાં આવશે કે તેણે કોઈને ગાળો આપી હશે, અને કોઈ વ્યક્તિની ઇઝ્ઝત પર આરોપ લગાવ્યો હશે, અને કોઈ વ્યક્તિનો માલ હડપી તેને પાછો આપ્યો નહીં હોય, અને કોઈ વ્યક્તિનું લોહી વહાવયુ હશે, અને જુલમ કર્યો હશે, તો પીડિત લોકોને તેની નેકીઓ આપી દેવામાં આવશે, બસ જ્યારે તેની નેકીઓ તેમના હકો અને અન્યાયનો બદલોપૂર્ણ થતાં પહેલા ખતમ થઈ જશે, તો પીડિત લોકોના ગુનાહ જાલિમ વ્યક્તિના ભાગમાં નાખી દેવામાં આવશે, ફરી તેને ધૃતકારી જહન્નમમાં નાખી દેવામાં આવશે, જ્યાં તેની કોઈ નેકી બાકી નહીં રહે.