બે વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ એકબીજા સાથે લડી રહ્યા હતા અને ગાળો આપી રહ્યા હતા, તો તે બંને માંથી એકનો ચહેરો ગુસ્સાના કારણે લાલ થઈ ગયો અને તેના ગળાની રગો ફૂલવા લાગી. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું એક એવો કલીમો જાણું છે જે ગુસ્સાવાળો વ્યક્તિ કહે તો તેનો ગુસ્સો દૂર થઈ જશે, જો તે કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી). તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને કહ્યું: અલ્લાહ પાસે શૈતાનથી પનાહ માંગો. તો તે વ્યક્તિએ કહ્યું: શું હું પાગલ છું?! તે સમજતો હતો કે પાગલ વ્યક્તિ જ શૈતાનથી પનાહ માંગે છે.