અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અમે ઉમર રઝી અલ્લાહુ અન્હુ પાસે હતા, તે સમયે તેમણે કહ્યું: «અમને તકલ્લુફ કરવાથી અર્થાત્ કોઈ કારણ વગર તકલીફ ઉઠાવવાથી રોક્યા છે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ જણાવ્યું કે અલ્લાહના રસૂલ ﷺ એ અમને કોઈ એવું કામ અથવા કોઈ એવી વાત કહેવાથી રોક્યા છે જેના માટે જરૂરત વગર તકલીફ ઉઠાવવી પડે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ હદીષમાં જે તકલ્લુફથી રોકીક છ, તેમ વધુ પ્રમાણેમાં સવાલ, એવું કામ કરવું જેની જાણકારી ન હોય અથવા કોઈ એવી કઠિનતા અપનાવવી અથવા લોકોને કઠિનતામાં નાખવા પણ શામેલ છે, જેમાં અલ્લાહ તઆલાએ સંપૂર્ણ સરળતા આપી હોય.
  • એક મુસલમાન માટે જરૂરી છે કે તે પોતાને ખુલ્લા દિલનો રાખે અને ખાવા-પીવા, વાતચીત કરવા અને એવી જ રીતે અન્ય દરેક વસ્તુઓમાં બીજ જરૂરી કષ્ટ ઉઠાવવાથી બચવું જોઈએ.
  • ઇસ્લામ એક સરળ તથા આસન દીન છે.