નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયે એક વ્યક્તિ હતો, જેનું નામ અબ્દુલ્લાહ હતું, અને લોકો તેને ગધેડો કહેતા હતા, અને તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હસાવતો હતો, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને શરાબ પીવાના કારણે સજા રૂપે કોરડા માર્યા હતા, એક દિવસ તેને લાવવામાં આવ્યો જયારે તેણે દારૂ પીધું હતું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોરડા મારવાનો આદેશ આપ્યો. ત્યાં ઉપસ્થિત રહેલા લોકો માંથી એક વ્યક્તિ અપશબ્દો બોલવા લાગ્યો અને કહ્યું: અલ્લાહ તેના પર લાનત કરે, કેટલી વાર તેને દારૂ પીવાના કારણે લઈને આવવામાં આવે છે?! તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની કૃપાથી દૂર થવાની દુઆ તેના માટે ન કરો, અલ્લાહની કસમ! હું જાણું છે કે તે અલ્લાહ અને તેના પયગંબર સાથે કેટલી મોહબ્બત કરે છે.