અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કસમ છે, તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આ કોમનો કોઈ પણ વ્યક્તિ ભલેને તે યહૂદી હોય કે ઈસાઈ, જો તેણે મારી પયગંબરી વિશે જાણ્યું અને તો પણ મારી પયગંબરી પણ ઈમાન લાવ્યા વગર જ મૃત્યુ પામશે, તો તે જહન્નમમા જશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ કસમ ખાઈ કહ્યું કે આ કોમનો કોઈ પણ વ્યક્તિ, જે યહૂદી હોય કે નસ્રાની હોય અથવા અન્ય સમુદાયનો હોય, જો તેની પાસે નબી ﷺના આદેશો પહોંચ્યા હોય અને પછી તે ઈમાન લાવ્યા વગર જ મૃત્યુ પામશે, તો તે હંમેશા માટે જહન્નમમાં જશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • નબી ﷺના આદેશો દુનિયાના દરેક લોકો માટે સરખા છે, તેનું અનુસરણ કરવું દરેક માટે જરૂરી છે, અને આ શરીઅત પાછળની દરેક શરીઅતનો રદ કરે છે.
  • કોઈ વ્યક્તિ નબી ﷺનો ઇન્કાર કરે, અને અન્ય પયગંબરો પર ઈમાન લાવે તો પણ તેને કઈ પણ ફાયદો નહીં થાય.
  • જે વ્યક્તિ નબી ﷺના આદેશો સાંભળી ન શકે અને તેની પાસે ઇસ્લામની દઅવત ન પહોંચી હોય તો તે મઅઝૂર (મજબૂર) ગણવામાં આવશે, તેની બાબતે અલ્લાહ તઆલા આખિરતમાં નિર્ણય કરશે.
  • ઇસ્લામ દ્વારા ફાયદો થતો રહે છે, ભલેને મૃત્યુ નજીક હોય અથવા સખત બીમાર હોય, જ્યાં સુધી પ્રાણ ગળા સુધી પહોંચી ન જાય.
  • કાફિરોના દીનને સાચો ઠહેરાવવો સાથે સાથે યહૂદ અને નસારાના દીનને પણ સાચું ગણવો, કુફ્ર છે.
  • આ હદીષમાં યહૂદીઓ અને નસ્રાનીઓના દીનનું વર્ણન કરવામાં આવ્યું છે, તે સિવાય દરેક દીન માટે પણ આ જ ચેતવણી છે, આ એટલા માટે કે યહૂદ અને નસ્રાનીઓને કિતાબ આપવામાં આવી છે, તેથી તેમનું એક સ્થાન છે, જેમની પાસે કિતાબ જ નથી તેઓ આ લોકો કરતા વધારે હક ધરાવે છે કે ઇસ્લામ દીનમાં દાખલ થઈ જાય અને નબી ﷺનું અનુસરણ કરે.