અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા એ કહ્યું: હું તે દરેક વસ્તુ જે નબી ﷺ પાસેથી સાંભળતો તેને યાદ રાખવા માટે લખી લેતો હતો, તો કુરૈશન લોકોએ મને રોક્યો, અને કહ્યું: અલ્લાહના રસૂલ તો એક માણસ છે, તેઓ ખુશી અને ગુસ્સાની બંને સ્થિતિમાં જોવા મળે છે, ક્યાંક ભૂલ થઈ શકે છે, તો મેં લખવાથી હાથ રોકી દીધા. આ વિશે મેં નબી ﷺ ને મેં જણાવ્યું, તો નબી ﷺ એ પોતાની આંગળી વડે મો તરફ ઈશારો કર્યો અને કહ્યું: લખતા રહો, કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, દરેક સ્થિતિમાં આ જબાન વડે સાચી વાત જ નીકળે છે, ખુશીમાં હોય કે ગુસ્સામાં. અલ્લાહ તઆલા એ પોતાના પયગંબર ﷺ વિશે જણાવ્યું: {તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત નથી કરતા.* જે કઈ તેઓ કહે છે, તે વહી હોય છે, જે તેમના પર ઉતારવામાં આવે છે.} [અન્ નજમ: ૩-૪].