અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું: «મારી કોમના દરેક લોકો જન્નતમાં જશે, ફક્ત તેને છોડીને જેણે મારો ઇન્કાર કર્યો», કહેવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ ! કોણે તમારો ઇન્કાર કર્યો? તો કહ્યું: «જેણે મારું અનુસરણ કર્યું તે જન્નતમાં દાખલ થશે અને જેણે મારી અવજ્ઞા કરી તેણે મારો ઇન્કાર કર્યો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આપ ﷺએ જણાવ્યું કે મારી ઉમ્મતનો દરેક વ્યક્તિ જન્નતમાં દાખલ થશે, ફક્ત તે દાખલ નહીં થાય જેણે મારો ઇન્કાર કર્યો હશે! તો સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! કોણ છે ઇન્કાર કરવાવાળો?! નબી ﷺ એ જવાબ આપ્યો: જેણે નબી ﷺ નું અનુસરણ કર્યું તે જન્નતમાં દાખલ થશે, હવે જે વ્યક્તિ આપ ﷺ ની અવજ્ઞા કરશે અને શરીઅત પ્રમાણે અમલ નહીં કરે, તો તેના ખરાબ અમલના કારણે તેણે જન્નતમાં જવા માટે ઇન્કાર કર્યો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • જે વ્યક્તિ અલ્લાહના રસૂલ ﷺ નું અનુસરણ કરશે તો તે અલ્લાહનું અનુસરણ કરશે અને જે તેમની અવજ્ઞા કરશે તો તે અલ્લાહની અવજ્ઞા કરશે.
  • અલ્લાહના રસૂલ ﷺ નું અનુસરણ કરવાથી જન્નત વાજિબ થઈ જાય છે અને તેમની અવજ્ઞા કરવાથી જહન્નમ વાજિબ થઈ જાય છે.
  • આ ઉમ્મતના આજ્ઞાકારી બંદાઓ માટે ખુશખબર છે અને તે ખુશખબર એ કે દરેક લોકો જન્નતમાં દાખલ થશે સિવાય તે લોકો જેઓ અલ્લાહ અને તેના રસૂલની અવજ્ઞા કરશે તે જન્નતમાં દાખલ નહીં થાય.
  • આપ ﷺ નું પોતાની ઉમ્મત માટે દયા અને કૃપા તેમજ તેમની હિદાયતની ઉત્તેજના.